PM મોદીએ WDFC ના 306 કિમી New Rewari-Madar Sectionનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- `તે ભારત માટે ગેમ ચેન્જર`
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે Western Dedicated Freight Corridor ના 306 કિમી લાંબા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર ખંડને રાષ્ટ્રને સમર્પિત કર્યો. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રીએ ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ માટે વિશ્વના પહેલા ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન ઓપરેશન્સ (1.5 કિમી લાંબી કન્ટેનર ટ્રેન)ને લીલી ઝંડી બતાવી રવાના પણ કરી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે Western Dedicated Freight Corridor ના 306 કિમી લાંબા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર ખંડને રાષ્ટ્રને સમર્પિત કર્યો. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રીએ ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ માટે વિશ્વના પહેલા ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન ઓપરેશન્સ (1.5 કિમી લાંબી કન્ટેનર ટ્રેન)ને લીલી ઝંડી બતાવી રવાના પણ કરી.
આવનારો સમય પણ શાનદાર અને જાનદાર હશે
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે નવા વર્ષમાં દેશની શરૂઆત સારી છે તો આવનારો સમય પણ શાનદાર અને જાનદાર હશે તે નક્કી છે. મોદીએ કહ્યું કે પૂર્વ અને પશ્ચિમ સમર્પિત માલ કોરિડોરોને ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યા છે. તે દેશના વિભિન્ન હિસ્સાઓમાં નવા વિકાસ કેન્દ્રોના વિકાસમાં મદદ કરશે.
Corona Vaccine: પહેલાં સવાલો ઉઠ્યાં પછી એજ કંપનીએ વેક્સિન શોધી, જાણો રસી પર રાજકારણની કહાની
દેશના ઝડપી વિકાસના કોરિડોર
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ NCR, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો, વ્યવસાયિકો, વેપારીઓ માટે નવી તક લાવ્યો છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ભલે તે ઈસ્ટર્ન હોય કે વેસ્ટર્ન તે ફક્ત માલગાડીઓ માટે આધુનિક રૂટ નથી પરંતુ તે દેશના ઝડપી વિકાસનો કોરિડોર છે.
નરેન્દ્ર મોદીએ PM પદ મેળવ્યું, મનમોહન સિંહની ઓફર કરવામાં આવી: પ્રણવ મુખર્જી
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2 પાટાઓ પર એક સાથે
પીએમ મોદીએ કહ્યું, આજે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2 પાટા પર એક સાથે ચાલુ છે. એક પાટો Individual વ્યક્તિના વિકાસને આગળ વધારી રહ્યું છે જ્યારે બીજો પાટો દેશના ગ્રોથ એન્જિનને નવી ઉર્જા આપી રહ્યો છે.
આ અવસરે રેલવે મંત્રી પીયુષ ગોયલ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્યમંત્રી અશોક ગેહલોત, અને હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય તથા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હાજર રહ્યા હતા. રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે લગભગ 5800 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત રેવાડી-ન્યૂ મદાર ખંડના શરૂ થવાથી હરિયાણાના પ્રસિદ્ધ ઓટોમોબાઈલ ઉદ્યોગ અને રાજસ્થાનના ખનિજ ઉદ્યોગોને એક મોટું રાષ્ટ્રીય બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજાર પણ મળશે.
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી આ અગાઉ ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા વચ્ચેના પૂર્વી સમર્પિત માલવહન કોરિડોરને રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube